વિષય : વિજ્ઞાન
વિષયાંગ : પ્રકાશ,પડછાયો અને પરાવર્તન
નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાસક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકૃત કરોઃ
હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદ કાચની પ્લેટ, ધુમ્મસ, લોખંડનો લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યુબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર,
પારભાસકઃ પ્લાસ્ટિકનું પડ, ધુમાડો, ધુમ્મસ.
પારદર્શકઃ હવા, પાણી, સાદા કાચની પ્લેટ, સેલોફેન પેપર.
અપારદર્શકઃ ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, સીડી, લોખંડના લાલચોળ ટુકડો, છત્રી, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યૂબ, દીવાલ, કાર્બન પેપર, ગેસ બર્નરની જ્યોત, કાર્ડબોર્ડ, પ્રકાશિત ટૉર્ચ, તારનું ગૂંચળું, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો, ચંદ્ર.
પ્રકાશિત : લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરોસન્ટ ટ્યૂબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટૉર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય, આગિયો.
અપ્રકાશિત : હવા, પાણી, ખડકનો ટુકડો, ઍલ્યુમિનિયમ શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દીવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર.