વિષય : વિજ્ઞાન વિષયાંગ :
- દિવસ રાત થવાનું કારણ શું છે?
- ચોમાસાની ઋતુમાં વરસાદ આવેજ નહિ, તેને શું કહેવાય ?
- વધુ પડતાં વરસાદ ની સ્થિતિમાં વધુ ભેજના કારણે પર્વતીય જમીન ધસવાની ઘટનાને શું કહે છે ?
- નદીના જળસ્થળમાં વધારાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાને શું કહે છે ?
- ભારે પવન સાથે વરસાદ ને શું કહે છે ?
- આ બધી ઘટનાઓ કેવી છે
વિષય : વિજ્ઞાન
વિષયાંગ : કેટલીક કુદરતી ઘટનાઓ
- દિવસ રાત થવાનું કારણ શું છે?
- ચોમાસાની ઋતુમાં વરસાદ આવેજ નહિ, તેને શું કહેવાય ?
- વધુ પડતાં વરસાદ ની સ્થિતિમાં વધુ ભેજના કારણે પર્વતીય જમીન ધસવાની ઘટનાને શું કહે છે ?
- નદીના જળસ્થળમાં વધારાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાને શું કહે છે ?
- ભારે પવન સાથે વરસાદ ને શું કહે છે ?
- આ બધી ઘટનાઓ કેવી છે
વિષય : વિજ્ઞાન
વિષયાંગ : કેટલીક કુદરતી ઘટનાઓ
વીજળી
તણખાંઓ : થાંભલાના તાર , સોકેટ પ્લગ, વાદળોમાં થતી વીજળી
→ વીજળી (Lightning) થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે.
તણખાંઓ વિશે ગ્રીકોનું જ્ઞાન :
→ અંબરના સળિયાને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે અને કાગળના ટુકડા કે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. આ જ રીતે બૉલપેનની રીફિલને પૉલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. વીજભાર મેળવેલા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે.
→ વીજભાર બે પ્રકારના છે:
- ધન વીજભાર
- ઋણ વીજભાર.
→ સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે.
→ કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થતા વીજભારને ધન વીજભાર ગણવામાં આવે છે અને રેશમના કાપડમાં ઉત્પન્ન થયેલા વીજભારને ત્રણ વીજભાર ગણવામાં આવે છે.
→ ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર (Static) હોય છે. આથી આને સ્થિર વીજભાર કે ઘર્ષણ વિદ્યુત કહે છે. તેઓનું જાતે વહન થતું નથી.
પ્રશ્નો :
ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર ને શું કહે છે ?
વીજભાર નું વાહન થાય છે તેને શું કહે છે ?
વીજભાર ના પ્રકારો જણાવો .
ઇલેક્ટ્રૉસ્કોપ
→ ઇલેક્ટ્રૉસ્કોપ સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહિ તે ચકાસવા માટે થાય છે.
→ વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે.
→ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ (Earthing) કહે છે.
→ બે વાદળોના ધન વીજભાર અને ત્રણ વીજભાર (અસમાન વીજભારો) કે જમીન અને નજીકના વાદળના અસમાન વીજભારો મળતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આને વીજળી થઈ એમ કહીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે.
વીજળી સુરક્ષા
→ વીજળી પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે.
→ વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે.
→ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન શું ન કરવું અને શું કરવું તેની માહિતી હોવી જોઈએ.
- ઘરની બહાર : ખુલ્લા વાહનો,ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા, છજા વગેરે વીજળીના આંચકાથી બચાવી શકતા નથી. નીચા વૃક્ષ નીચે જ આશ્રય લેવો ખુલ્લા મેદાનમાં થાંભલા કે ધાતુના પદાર્થથી દૂર રહેવુ. ઘૂંટણ પર હાથ રાખી ઉભડક બેસી જવું
- ઘરની અંદર : વીજળી એ ટેલીફોન તાર અને ધાતુ પાઇપ ત્રાટકી શકે તેથી તેનાથી દૂર રહેવુ. વહેતા પાણીથી દૂર રહેવું. ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનો બંધ રાખવા.
પ્રશ્નો
- પદાર્થ વીજભારીત છે કે નહિ તે જાણવા વપરાતું સાધન કયુ છે ?
- વાદળોમાં વીજભાર
- જમીન પાસે વીજભાર
- વીજભારીત પદાર્થો માંથી વીજભાર નો પૃથ્વી માં વહનને શું કહે છે ?
મૂલ્યાંકન કસોટી
૧. વીજભારના પ્રકારો ________ છે.
(A) 3 (B) 4 (C) 2
૨. અર્થિંગ વાયર માટે ________ વપરાય છે.
(A) ધાતુ (B) અધાતુ (C) અર્ધ ધાતુ
૩. પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા ________ વપરાય છે.
૪. વીજભારનું વહન ________ બનાવે છે.
(A) સ્રોત (B) અવરોધ (C) વીજ પ્રવાહ