વિષય : વિજ્ઞાન
વિષયાંગ : કેટલીક કુદરતી ઘટનાઓ
- વીજળી ના વાહકો કયા છે ?
- વાદળો માંથી વીજળી પડવાનું કારણ જણાવો.
- વીજળી સુરક્ષા અંગેના ઉપાયો જણાવો.
- અર્થીગ કઈ રીતે કરી શકાય?
તેથી તેના દ્વારા થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે.
વિનાશક ભૂકંપ
કાશ્મીરના ઉરી અને તંગધાર માં 8 ઓક્ટ. 2005
તે પહેલાં 26મી જાન્યુઆરી 2001 ના રોજ ભુજમાં 7.7 ની તીવ્રતા
ભૂકંપ શું છે? એ આવે ત્યારે શું થાય ? તેની અસરો ઘટાડવા શું કરવું જોઈએ ? એ તેવા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરીશું.
ભૂકંપ શું છે
પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું જે ખૂબ થોડા સમય સુધી થાય છે પૃથ્વીના પેટાળમાં ઊંડે થતા (વિક્ષોભ )ડિસ્ટર્બન્સને કારણે તે થાય છે.
આપણે જાણીએ છીએ કે પૃથ્વીનાં સૌથી ઉપરના પડ કે જેને પોપડો (crust) કહે છે તેની અંદર ખૂબ ઊંડાણમાં થતાં વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે.
પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ (તકતી) કહે છે.
આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે, કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે.
ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે.
આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે.
કેટલાંક ભૂકંપ પ્લેટોનાં હલનચલનને કારણે થતાં હોવાથી આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવાં સૌથી નબળાં વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મીક કે ફોલ્ટ ઝોન કહે છે.
ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ (Richter scale) કહે છે.
ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7થી પણ વધુ હોય છે. ભૂજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5થી પણ વધુ હતી.
પ્રશ્નો
ભૂકંપ શું છે ?
તેનું પૂર્વાનુમાન થઈ શકે ?
સિસ્મિક કે ફોલ્ટ ઝોન શું છે ?
ભૂકંપ નો એકમ શું છે ?
સિસ્મોગ્રાફ
ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે.
આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે.
આ સાધનમાં એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે, જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે.
આ ધ્રૂજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે.
સિસ્મિક તરંગોને લીધે ધ્રૂજતી પેન કાગળ પર તરંગો નોંધે છે.
આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે.
તેના વડે તેઓ વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે.
સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ?
આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. આધુનિક ટેકનોલૉજીથી આ શક્ય બન્યું છે.
‘ભૂકંપ સલામત” હોય એવાં માળખાં ઊભાં કરવાં એ સલાહભર્યું છે. આ માટે યોગ્ય આર્કિટેટ્સ અને માળખાં માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો.
ભારે બાંધકામ મટિરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
કબાટ અને છાજલીઓ દીવાલ સાથે લગાડેલાં હોવાં જોઈએ.
દીવાલ ઘડિયાળ, ફોટોફ્રેમ કે પાણીનાં ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે.
કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, તો તેને માટે અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવાં.
ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR (Institute of Seismological Research) ગાંધીનગર મુકામે આવેલ છે.
1. જો તમે ઘરે હો તો,
ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં
સુધી તે જગ્યાએ જ રહો.
તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી દૂર રહો.
જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ, તકિયાથી માથાનું રક્ષણ કરો.
2. જો તમે બહાર હો તો,
ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઈનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો. જમીન પર બેસી જાઓ.
જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહનચાલકને ધીમે-ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો. જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી બહાર ન આવો.
પ્રશ્નો
ભૂકંપની શક્યતા સૌથી વધુ હોય તેવો વિસ્તાર
ભૂકંપથી સાવચેતીના ઉપાયો
કેટલા તીવ્રતા નો ભૂકંપ વિનાશક હોય છે ?
મૂલ્યાંકન કસોટી
- ભૂકંપ થવાની ઘટનાનું _______ શક્ય નથી.
- ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ______ છે.
- I S R સંસ્થા _______ મુકામે આવેલી છે.
- _______ થી વધુ તીવ્રતા ધરાવતો ભૂકંપ વિનાશક હોય છે.
સ્વાધ્યાય કાર્ય
માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે તો તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલા લેશો ?